This browser does not support the video element.
દસાડા: પાટડીમાં ગુજરાત શહેરી વિકાસ વર્ષ 2025 નિમિત્તે જિલ્લા સંકલન બેઠક યોજાઈ
Dasada, Surendranagar | Aug 29, 2025
પાટડી નગરપાલિકા હોલ ખાતે ગુજરાત શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા સંકલન બેઠક યોજાઈ. આ બેઠકમાં ધારાસભ્ય પી.કે.પરમાર, રિજિયોનલ મ્યુ. કમિશ્નર ડૉ. પ્રશાંતભાઈ જિલોવા, અધિક કલેકટર વી.આઇ.પ્રજાપતિ, સહિત RCM કચેરીનો વહીવટી સ્ટાફ હાજર રહ્યો. સુરેન્દ્રનગર જિલ્લાની તમામ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર, ઇજનેર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને હિસાબનીશ ઉપસ્થિત હતા. પાટડી નગરપાલિકાના તમામ સદસ્યોએ પણ બેઠકમાં ભાગ લીધો.