પોરબંદરના કડીયા પ્લોટથી માર્કેટયાર્ડ તરફ જતા રસ્તે એક આધેડ સાયકલ સાથે પાણીના પ્રવાહમાં તણાયા હતા અને આ આધેડનું ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હોવાની ઘટના ગઈકાલે સામે આવી હતી ત્યારે આ ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે આ રસ્તો વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે.