જામનગર શહેરના લીમડા લાઇન વિસ્તારમાં આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, દેશમાં વોટ ચોરીને ઉજાગર કરવાના આંદોલનના ભાગરૂપે જામનગર જિલ્લા કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કોંગ્રેસ આગેવાન ભીખુભાઈ વારોતરિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયા સહિતના કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.