દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન માટે કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે.અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ઈએસઆઈસી હોસ્પિટલ નજીક 2 કુત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે જેમાં ગણેશજીની 5 ફૂટ સુધીની મૂર્તિઓ વિસર્જિત કરી શકાશે. આ કુંડમાં વિસર્જિત કરાયેલ મૂર્તિઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે.