અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દેશભરમાં ૧ સપ્ટેમ્બરનાં રોજ “અમારું વિદ્યાલય ,અમારુ સ્વાભિમાન” કાર્યક્રમ ઉજવાયો હતો.આ અંતર્ગત બોટાદ સરકારી હાઈસ્કૂલ ખાતે પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ સંકલ્પ લીધો હતો કે તેઓ સ્વચ્છતા, શિસ્ત તથા નિયમિતાના મૂલ્યોને જીવનમાં ઉતારશે.શાળાની પ્રગતિમા પોતાનુ યોગદાન આપશે અને પોતાની શાળાને ગૌરવનુ સ્થાન અપાવશે.કાર્યક્રમમા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.