ભાવસિંહજી સરકારી હોસ્પિટલ હસ્તકની બ્લોક ઓફિસ નજીક ડિસ્પેન્સરી સેન્ટર આવેલ છે.આ સેન્ટરમાં આસપાસના વિસ્તારોમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે.પરંતુ આ સેન્ટરમાં ફરજ બજાવતા ડોકટરની ભાવસિંહજી હોસ્પિટલમાં નાઈટ ડ્યુટી હોય ત્યારે દિવસ દરમ્યાન આ સેન્ટરમાં ડોકટર ઉપલબ્ધ રહેતા નથી.આજે પણ આ સેન્ટરમાં ડોકટર ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને તપાસ વગર જ દવા લેવાની ફરજ પડી હતી