નામદાર કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે ત્રણ દિવસના વચગાળાના જામીન આપ્યા છે ત્યારે આજે તેઓ સેન્ટ્રલ જેલ ખાતેથી વિધાનસભાના સત્રમાં હાજરી આપવા નીકળ્યા હતાં . સેન્ટ્રલ જેલ ખાતે તેમને મળવા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ એકત્ર થયાં હતાં.તેઓ પોલીસ સુરક્ષા હેઠળ રહેશે અને સત્ર પૂરું થયા બાદ ફરીથી જેલમાં હાજર થવાનું રહેશે