સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકાના અલીયાબાડામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે નેશનલ સ્પેસ ડે-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી હતી. સાંસદએ સૌને નેશનલ સ્પેસ ડે ની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ભારતના વૈજ્ઞાનિકોની સિદ્ધિઓને બિરદાવવાનો આ દિવસ છે. ભારતના ભવિષ્ય માટે આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે.