નવસારી શહેરના દશેરો ટેકરી વિસ્તારમાં સરકારી ડ્રેનેજ લાઈન સતત ભરાતા હોવાથી વિસ્તારના રહેવાસીઓ ભારે તકલીફનો સામનો કરી રહ્યા છે. રહેવાસીઓએ આશરે ચાર દિવસ પહેલા નવસારી મહાનગરપાલિકામાં લેખિત અરજી કરી હતી, પરંતુ આજદિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી. સમસ્યાનો ઉકેલ ન આવતા રહેવાસીઓએ તાત્કાલિક કાર્યવાહી થાય તે માટે કલેક્ટર સાહેબને અરજી કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ડ્રેનેજની સમસ્યાને કારણે ગંદુ પાણી રસ્તા પર વહે છે.