રાજકોટમાં રહેતી સમા ભાયાણી સોશિયલ મીડિયામાં 'જન્નત મીર' નામથી તરીકે ખ્યાતનામ ધરાવે છે. ઇન્સ્ટાગ્રામ પર 5.79 લાખ ફોલવર્સ ધરાવતી જન્નત મીરે કાલે બુધવાર રાત્રે પોતાના ઘરે ફીનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એ પહેલા તેણે ત્રણ પાનાની સુસાઈડ નોટ લખી હતી. 'આ મામલે પ્રદ્યુમનનગર પોલીસે ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં જ ઇમ્તિયાઝ ઉર્ફે લાલો રાઉમાની ધરપકડ કરી લીધી હતી.