કાલોલ નજીક આવેલા બોરૂ ટર્નિંગ પાસે થી પોતાની મોટરસાયકલ લઈને પસાર થઈ રહેલા ધર્મેન્દ્રસિંહ માનસિંહ પરમાર ની મોટરસાયકલને જીજે ૧૭ એલ ૩૬૫૨ ના મોટરસાયકલ ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ધર્મેન્દ્રસિંહ ની મોટરસાયકલ ને પાછળથી ટક્કર મારી દેતા ધર્મેન્દ્રસિંહને માથા મા જમણી બાજુ કપાળ ઉપર અને બન્ને હાથ પર ઈજાઓ પહોંચાડી ફરિયાદી દવા સારવાર કરાવ્યા બાદ કાલોલ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.