સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે સાંજે આઠ કલાકે આપેલી માહિતી મુજબ,ઉમરવાડા ચીમની ટેકરા વિસ્તારમાં આવેલ એક મકાનમાં છાપો મારવામાં આવ્યો હતો.જ્યાં મહારાષ્ટ્રના જલગાંવ ખાતેથી રૂપિયા 20 લાખની કિંમતના એમડી ડ્રગ્સ ની ડિલિવરી લેવા આવેલા ઉસ્માન છોટ્યા શેખને પોલીસે ઝડપી પાડ્યો હતો.જેની પાસેથી ડ્રગ્સ,મોબાઈલ સહિત ની મત્તા જપ્ત કરી હતી.જ્યાં આરોપીએ ડ્રગ્સ જલગાંવ ખાતેના એક ઇસમ પાસેથી ખરીધ્યો હતો.જે ડિલિવરી આપવા સુરત આવ્યો હોવાની કબુલાત કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.