ભાજપ અગ્રણી જીમ્મી અડવાણીએ આજે બપોરે 1:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રિકોણ બાગ ખાતે ભવ્ય ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમ્યાન વિવિધ સુંદર કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે. આ ઉપરાંત મહા આરતી અને મહાપ્રસાદનો સર્વે શહેરીજનોને લાભ લેવા તેઓએ અનુરોધ કર્યો હતો.