આજ રોજ રાજકોટ–કાલાવડ રોડ પર આવેલ નિકાવા ગામ પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર સરકારી એસ.ટી. બસ અને રસ્તા કિનારે ઉભેલી બોરવેલ મશીન વચ્ચે અથડામણ થતા અકસ્માત સર્જાયો.અકસ્માત એટલો જોરદાર હતો કે બસમાં સવાર મુસાફરોમાંથી અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પ્રાથમિક માહિતીમાંથી જાણવા મળે છે.