શહેરમાં નાના માણસોને વ્યાજખોરોની ચુગાંલમાંથી બચાવવા માટે અગાઉ પોલીસ દ્વારા લોકદરબાર યોજાયા હતાં. જો કે પોલીસના લોકદરબાર પછી પણ વ્યાજખોરો જાણે બેફામ હોય તેમ અવારનવાર વ્યાજખોરોના ત્રાસથી નિર્દોષ લોકો જીવ ગુમાવવા મજબૂર બન્યાના બનાવો સામે આવી રહ્યાં છે. આવા જ એક વધુ બનાવમાં વ્યાજખોરોના ત્રાસથી પિતા-પુત્ર અને પુત્રીએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે.