ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે મસમોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે રેડ કરતાં નિલેશ ઉર્ફે ભુરો કિશોરભાઈ બારોટને ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાની-મોટી ૩૬૬૭ બોટલ તથા ૧૨૦ બિયર ટીન સાથે ઝડપી પાડ્યો હતો. કુલ રૂ.૮,૯૯,૪૬૦/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. જ્યારે તેનો સાથી સુરેશ બિશ્નોઇ ફરાર છે.