ભાદરવી એકમ થી શરૂ થયેલા રામદેવપીરના નોરતા 1 સપ્ટેમ્બર ને ભાદરવી નોમે ભલગામડા ના મુળજી ભગતના નિવાસે થી પરંપરાગત રીતે લીલાપીળા નેજાં નીકળ્યા હતા. ભલગામડા લીંબડી વચ્ચે આવેલા રામદેવપીરના નકળંક આશ્રમ ખાતે પરંપરાગત ભવ્ય લોકમેળો યોજાયો હતો. ભલગામડા દલિત સમાજ ના અને મફતિયાપરા વિસ્તારમાં એમ બે નેજાંઓ પણ પરંપરાગત નીકળ્યા હતા. રાત્રે મંદિરે નામાંકિત ભજનીકો એ સંતવાણી ની રમઝટ બોલાવી હતી.