ભાવનગર શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસથી ધામધૂન પૂર્વક ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો હતો, શહેરના વિવિધ મંડળો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ગણપતિજીની સ્થાપના કરી 10 દિવસ સુધી બાપાની સેવા પૂજા અર્ચના તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો. આજે ગણેશ ઉત્સવના અંતિમ દિવસે મોટી સંખ્યામાં કોળીયાકના સમુદ્ર કિનારે લોકો ગણેશ વિસર્જન માટે ઉમટી પડ્યા અહીંયા પોલીસ દ્વારા પણ સુરક્ષાને લઈને તકેદારી રાખવામાં આવી રહી છે.