અમરેલી જિલ્લામાં પાક નુકસાન અંગે ખેડૂતોમાં વ્યાપક અસંતોષ વચ્ચે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે આજે સાંજે છ વાગ્યે સરકાર સામે કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે આક્ષેપ કર્યો કે ગુજરાત સરકારે માત્ર કપાસના પાક માટે સહાયની જાહેરાત કરી છે, પરંતુ હકીકતમાં કોઈપણ ગામમાં સર્વે કરવામાં આવ્યો નથી. જો આવનારા દસ દિવસમાં પેકેજ બાબતે સ્પષ્ટતા નહીં થાય તો કોંગ્રેસ દ્વારા આંદોલન ઊભું કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી હતી.