શહેરાતાલુકાના મંગલપુર ગામે આવેલા જંગલ તળાવના પાણીના યોગ્ય નિકાલ બાબતે ગ્રામજનો દ્વારા ટીડીઓ અને મામલતદારને આવેદનપત્ર અપાયું હતું,તળાવ પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી ખેડૂતોના પાકને નુકશાન થતું હોય છે.તળાવની બંને બાજુ માટી અને પથ્થર નાખીને પુરણ કરી વચ્ચે નાના નાળા નાખી દીધેલ હોવાથી યોગ્ય રીતે પાણીનો નિકાલ થઈ શકતો નથી,જેથી તળાવમાં પાણીની આવક વધે તો તળાવના પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે તે પાણી મંગલપુર ગામના ૧૫થી૨૦ ખેડૂતોના ખેતરોમાં ભરાઈ જતુ હોય છે.