કડી ફરતે થી અંદાજે 25 થી 30 કિલોમીટર વિસ્તારમાં નર્મદાની મેન કેનાલ પસાર થાય છે.ત્યારે અવારનવાર નર્મદા કેનાલમાં મૃતદેહ તણાઈ આવતા હોય છે.ત્યારે આજે તારીખ 3 સપ્ટેમ્બર ના રોજ થોળ રોડ પર આવેલ કેનાલબ્રિજ થી નરસિંહપુરા પાસે આવેલ કેનાલ બ્રિજ વચ્ચે કેનાલમાં મૃતદેહ તળાઈ આવ્યો હતો. મૃતદેહ પુરુષ નો હોવાનું જણાઈ આવતો હતો.