આજે અનંત ચતુર્દશી તિથિએ દશ દિવસ નું આતિથ્ય માણી વિધ્નહર્તા ની વિસજૅન યાત્રા નો આઝાદ મેદાન થી ધારાસભ્ય યોગેશ પટેલ, જીલ્લા ભાજપ મહામંત્રી જગત પટેલ,સુનિલ શાહ, પૂર્વ પાલિકા પ્રમુખ વિજય માસ્તર, પ્રજ્ઞેશ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક પંચાલ, ટાઉન પીઆઇ ઝાલા દ્વારા કેસરી ઝંડી દર્શાવી પ્રારંભ કરવામાં આવ્યો હતો.વિસજૅન યાત્રા દરમ્યાન કોમી એકતાના દર્શન થવા પામ્યા હોય મુસ્લિમ અગ્રણીઓ દ્વારા વિસર્જન યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું