વાલોડ ગામમાં પડેલા વરસાદ વચ્ચે કેટલીક જગ્યા પર પાણી ભરાયા.તાપી જિલ્લાના વાલોડ ગામમાં પડેલા વરસાદ વચ્ચે રવિવારે 3.30 કલાકની આસપાસ ચાર રસ્તા નજીક આવેલ નહેર કોલોની તેમજ તેની સામે આવેલ દુકાનો નજીક પાણી ભરાઈ જતા પાણી દુકાનોમાં પણ પ્રવેશ્યા હતા.જેને લઈ ગ્રામ પંચાયતની પ્રિ મોન્સુનની કામગીરી સામે સવાલ ઉઠ્યા હતા.