સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર ખાતે આવેલ પ્રાચીન નીલકંઠ મહાદેવના મંદિર દ્વારા શ્રાવણ માસની અમાસ નિમિત પરંપરાગત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વર્ષે ગુજરાતમાં સૌપ્રથમવાર જોરાવરનગર ખાતે આ નીલકંઠ મહાદેવજીની શોભાયાત્રામાં અઘોરી નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.