પાટણના હાંસાપુર ગામમાં બિરાજમાન મારુતિ હનુમાન દાદાના મંદિરમાં પવિત્ર શ્રાવણ માસમાં દરવર્ષે શ્રાવણ વદ તેરસના દિવસે તલના તેલનો અભિષેક કરવામાં આવે છે.જેના ભાગરૂપે ગુરુવારના રોજ 151 કિલ્લો તલના તેલનો અભિષેક તથા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નગરપાલિકા ના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોરે તલના તેલનો અભિષેક કર્યો હતો.અને હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞમાં શ્રીફળ હોમી ધન્યતા અનુભવી