દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને SOG પોલીસે આજે તા.23.9.25 ના રોજ નવાગામમાં મોતીનગર ખાતે રહેતા અને જયચામુંડા પ્રોવિઝન સ્ટોર ચલાવતા લક્ષ્મણ ઉર્ફે લખન વિનુભાઈ ડાભીના ઘરે અને ગોડાઉનમાં રેડ કરી અલગ અલગ વેરાયટીના આશરે 640 કિલો ફટાકડા, જેની કિંમત રૂ. 1,92,000 છે, મળી આવ્યા હતા. SOGના પોલીસ હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ચુડાસમાએ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આગળની તપાસ વરતેજ પોલીસ કરી રહી છે.