અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એકવાર અંગદાન થતાં જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું.. અંગદાન થતાં કુલ અંગદાનની સંખ્યા 210 થઈ.. છેલ્લા 36 કલાકમાં ત્રણ અંગદાન થયા છે.. એક બહેને કરુણામય નિર્ણય લીધો.. જેમાં બ્રેઇન ડેડ ભાઇના અંગદાનથી અનેકને નવજીવન મળ્યું છે.. રવિવારે 4 કલાકે સિવિલ હોસ્પિટલ દ્વારા બે કીડની, એક લીવર, એક સ્વાદુપિંડ તેમજ બે આંખોનુ દાનની માહિતી આપી.