માસ્ટર ટ્રેનર્સ દ્વારા કેડેટ્સને પ્રાથમિક સારવાર, આગ અને આપદા પ્રબંધન, પ્રાકૃતિક આપદાઓની પૂર્વ તૈયારી અને જવાબદારી, રાહત અને બચાવ કામગીરી, સંચાર કૌશલ્ય અને ટીમ વર્ક જેવી બાબતોની સમજ પુરી પાડીને તાલીમબદ્ધ કરાયાં હતા. તાલીમ દરમિયાન NCC કમાંડન્ટશ્રી, ડિઝાસ્ટર મામલતદાર હરેકૃષ્ણ બ્રહ્મભટ્ટ અને ડિઝાસ્ટર-ડીપીઓ અંકિતભાઈ પરમાર સહિત ડિઝાસ્ટર સ્ટાફ આ તકે હાજર રહ્યાં હતા.