ભરૂચ જિલ્લાના રસ્તાઓ હવે ખારસિંગની જેમ પ્રખ્યાત બન્યા છે.ભરૂચના દેરોલથી વિલાયત સુધીના માર્ગ ઉપર ખાડાઓને પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.આજે સવારથી બપોર સુધી ટ્રાફિકનો કકળાટ જોવા મળ્યો હતો.એક ટ્રક ખાડામાં ફસાઈ જતા ટ્રાફિકજામની પરિસ્થિતિ ઉદભવી હતી.ત્યારે અવારનવાર ટ્રાફિકની સમસ્યાથી પરેશાન લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.તેવામાં વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં આવે તે અત્યંત જરૂરી છે.