પંચમહાલ જિલ્લામાં મંગળવારે પણ વરસાદી માહોલ જામ્યો હતો,શહેરા સહિત આસપાસના વિસ્તારમાં રાત્રિ દરમ્યાન વરસાદ શરૂ થયો હતો,દિવસભરના ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ રાત્રી દરમિયાન વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.વહેલી સવારથી છવાયેલા વાદળછાયા વાતાવરણ બાદ રાત્રિ દરમિયાન વરસાદ શરૂ થયો હતો.