નડિયાદ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમીના આધારે નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં ચકલાસી ભાગોળ પાસેથી બકરા ચોરીના ગુનામાં સંડોવાયેલ અને ઘણા સમયથી નાસતા ફરતા બે આરોપીને ઝડપી પાડ્યા હતા. હાલ આ બંને આરોપીઓને વધુ કાર્યવાહી માટે નડિયાદ ટાઉન પોલીસને સોંપવામાં આવ્યા છે.