દેવી અહલ્યાબાઈ હોલકરની 300 મી જન્મ જયંતી ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સાણંદ શહેર ખાતે શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં અમદાવાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ શૈલેષભાઈ દાવડા સહિત જિલ્લા અને તાલુકાના ભાજપના હોદ્દેદારો કાર્યકરો જોડાયા હતા.