છોટાઉદેપુર બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (આરસેટી) છોટાઉદેપુર દ્વારા ૩૫ દિવસની રહેણાક જુનિયર બ્યુટી પ્રકટિશનર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને બહેનોને ગ્રામ્ય કક્ષાએ તાલીમ આપી રોજગારી મળી રહે હેતુથી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમ દરમ્યાન બહેનોને મેનિક્યોર, પેડિક્યોર, નેઈલ આર્ટ, સ્પા પરિભાષા, હેર & બોડી મસાજ, હાઈડ્રા ફેશિયલ્સ, દુલ્હન મેકઅપ વગેરે શિખવવામાં આવશે.