બુધવારના 1 કલાકે કરાયેલી રજૂઆતની વિગત મુજબ ધરમપુર તાલુકાના મરગ માળ અને નાની ઢોરડુંગરી ગામ ખાતે આવનાર બીએસએનએલ ટાવર ગામના અન્ય જગ્યામાં બનાવવા બાબતે આજરોજ ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારી ધરમપુર ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં આવેદન આપવા માટે આદિવાસી સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.