તાપી જિલ્લા પોલીસ ભવનના હોલ ખાતે એસપી નો વિદાયમાન કાર્યક્રમ યોજાયો.તાપી જિલ્લાના પોલીસ ભવન ખાતે શુક્રવારના રોજ 2 કલાકની આસપાસ જિલ્લાના એસપી રાહુલ પટેલ ની નવસારી જિલ્લામાં બદલી થતા ભવ્ય વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જિલ્લાના dysp અને પીઆઇ તેમજ પીએસઆઇ સહિતના પોલીસ જવાનો હાજર રહ્યા હતા.સાથે આવનાર દિવસોમાં જિલ્લાના નવનિયુક્ત એસપી જશુ દેસાઈ જિલ્લા પોલીસ વિભાગની કમાન સંભાળશે.