રાજકોટ મહાપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષનો વેરાની આવકનો 425 કરોડનો લક્ષ્યાંક પાર પાડવા હવે છેલ્લા મહિનાઓની રાહ જોયા વગર ટેકસ વિભાગે પુરૂ વર્ષ ઝુંબેશ ચાલુ રાખવાનું આયોજન કર્યુ હોય તેમ લાગે છે. જન્માષ્ટમીની રજાઓ પૂરી થતા જ ત્રણે ઝોનમાં વેરા વસુલાત શાખા રીકવરી માટે ઉતરી પડી છે. રહેણાંક, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ સહિતની મિલ્કતો સીલ કરવાનું શરૂ કરી દેતા બાકીદારોમાં ફફડાટ મચી ગયો છે.