થાન તાલુકાના તરણેતર ખાતે વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળામાં રાત્રિ દરમિયાન પણ લોકોની ભીડ ઉમટી.સુરેન્દ્રનગર સહિત આસપાસના ગામો તેમજ રાજ્યભરમાંથી લોકો મોટી સંખ્યામાં ભાતીગળ લોકમેળો માણવા ઉમટી પડયા. રાત્રિ દરમિયાન રંગબેરંગી રોશનીનો શણગાર સાથે લોકમેળો ઝળહળી ઉઠ્યો.લોકોએ રાત્રિ દરમિયાન યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમની પણ મોજ માણી. આજે પણ ઋષિ પાંચમને દિવસે તરણેતરના ભાતીગળ મેળામાં લાખોની ભીડ ઉમટી પડશે.