કલેકટર કચેરી, જામનગર માટે કરાર આધારિત કાયદા સલાહકારની એક (1) જગ્યા સરકારશ્રીના મહેસુલ વિભાગના ઠરાવથી મંજુર થયેલ છે. આ જગ્યા ઉપર નિમણુંક આપવા માટે લાયકાત ધરાવતા વકીલશ્રીઓ, કે જેઓની વકીલ તરીકેની પ્રેકટીસ પાંચ (5) વર્ષથી વધુ હોય અને ઉંમર પચાસ (50) વર્ષથી વધુ ન હોય તેવા વકીલશ્રીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.