અમરેલી એસ.ટી. ડેપોમાંથી કુંકાવાવ રૂટ માટે નીકળેલી એક લોકલ બસમાં ટેકનિકલ ખામી સર્જાતા બસ રસ્તા વચ્ચે બંધ પડી ગઈ હતી. વિડિયો વાયરલ થયા બાદ એસ.ટી. વિભાગ સામે પ્રશ્નો ઊભા થયા છે કે મુસાફરોની સલામતી અને સુવિધા માટે યોગ્ય મેન્ટેનન્સ કેમ નહીં કરવામાં આવતું હોય? હાલ વિભાગ દ્વારા બસની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.