ભાવનગર મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્લાસ્ટિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા એમ.જી.રોડ સહિતના વિસ્તારોમાં પ્લાસ્ટિક ડ્રાઈવ યોજી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા અને વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.