વેસુમાં શનિવારે વહેલી સવારે પાલિકા સંચાલિત ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન કરતી કચરાની ગાડીએ એક પરિવારની આશાસ્પદ યુવતીને અડફેટે લીધી હતી.19 વર્ષીય વિધિ કદમ મોપેડ પર સવાર વેસુ વિસ્તારમાંથી જીમ પર જવા નીકળી હતી.જે દરમ્યાન આ ઘટનામાં તેણીની મોત થયું હતું.જે ઘટના બાદ સ્થાનિક લોકોએ ટેમ્પો ચાલકને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો.જ્યાં પોલીસે ચાલક ગિરીશ અડ ની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.