રાજકોટ એસટી બસપોર્ટમાં મહિલા મુસાફરને માર માર્યાની વધુ એક ઘટના સામે આવી છે. શનિવારના રોજ જેમાં આ બસ ક્યાં જાય છે એવું પૂછવામાં આવતા એસ.ટી. બસના કર્મચારીએ એક મહિલા મુસાફરનો હાથ મચકોડી નાખ્યાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એસ.ટી. બસના કર્મચારી ફરજમાં રૂકાવટનો કેસ દાખલ કરીશ એવું કહેતા પણ નજરે પડે છે.