જૂન 2025માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બારડોલીના સાંકરી ખાતે ખેડૂત સમ્મેલનમાં હાજરીને લીધે નેશનલ હાઈવે નંબર 53 પર બારડોલી-કડોદ રોડનું રાતોરાત ઉતાવળે નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, માત્ર ત્રણ મહિનામાં જ આ રસ્તો ખાડાઓ અને કોન્ટ્રાક્ટરોની ગંભીર ભૂલોને કારણે બિસ્માર થઈ ગયો છે. એક જાગૃત નાગરિકે રસ્તાની ખરાબ હાલત અને કોન્ટ્રાક્ટરની ભૂલોનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જેમાં કોન્ટ્રાક્ટરે પોતાની ભૂલ કબૂલી હતી.