જામવાળા ગામે આવેલ શિંગોડા ડેમમાં વરસાદી પાણીની આવક થતા ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા.અગાઉ 1 દરવાજો 0.05 મીટર ખુલ્લો હતો જેમાં વધારો કરી 2 દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા.ગીરગઢડાના 2 અને કોડીનારના 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા.નોંધનીય છે કે,હાલ વરસાદી પાણીની આવક થતા જિલ્લાના તમામ ડેમોમાં ભરપૂર પાણીની આવક થઈ છે.