કપડવંજ નગરમાં આજે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું ગણેશ વિસર્જન નિમિત્તે નગરના રાજમાર્ગો ઉપર શોભા યાત્રા નીકળી હતીશહેરના વિવિધ પંડાલોમાં શ્રીજીના વિસર્જન માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઠેર ઠેર શ્રીજીનું લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિવિધ ઠેકાણે શરબત, પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરના સંગમ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું અને વિશાળ સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા.