ખંભાળિયાના ભાતેલના એક એસટી ડ્રાઈવર અને કંડકટર પર ત્રણ શખ્સે હુમલો કરી સરકારી ફરજમાં રૂ.કાવટ કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામમાં રહેતા અને એસટી માં ડ્રાઈવર તરીકે નોકરી કરતા રાજેન્દ્રસિંહ જયવંતસિંહ જાડેજા નામના ડ્રાઈવર ખંભાળિયા નજીક દલવાડી હોટલ પાસેના બ્રીજ પરથી એસટીની બસ ચલાવીને પસાર થતા હતા. આ વેળાએ ભાતેલ ગામના શક્તિસિંહ જાડેજા, ક્રિપાલસિંહ, રવિરાજસિંહ નામના ત્રણ શખ્સ ધસી આવ્યા હતા. અને માર માર્યો હતો