ભરૂચ શહેર અને જિલ્લામાં પર્વાધિરાજ પર્યુષણ પર્વના બુધવારે અંતિમ દિવસે જૈનબંધુઓએ જિનાલયમાં સંવત્સરી પ્રતિક્રમણ કરી એકમેકને મિચ્છામિ દુકકડમ પાઠવ્યા હતા. ક્ષમાપના માગી વર્ષ દરમિયાન જાણ્યે અજાણીયે થયેલા પાપોનું પ્રાયશ્ચિત કયુ હતું.ભરૂચ, અંકલેશ્વરના જિનાલયોમાં તપસ્વીઓના પારણા કરવામાં આવ્યા હતા. કલ્પસુત્રના અગાઉ 4 દિવસમાં થયેલા વર્ણનના મૂળશ્લોકો એટલે બારસાસુત્રનું વાંચન કરાયું હતું.