અરવલ્લી જિલ્લા એ.આર.ટી.ઓ કચેરી મોડાસા દ્વારા કચેરનીના મુખ્ય ગેટ પર,અંબાજી જતા પદયાત્રીઓ માટે વિસામાની સુવિધા શરૂ કરવામાં આવી છે.યાત્રાળુઓ માટે ચા,નાસ્તો,મેડિકલ,આરામ સાથે માર્ગ સલામતી માટે યાત્રાળુઓના વાહનોમાં રેડિયમ પટ્ટી તેમજ યાત્રાળુઓને રેડિયમ વાળા જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.ડી.વાય.એસ.પી ડાભી અને આહીરે સર એ વિસામાની મુલાકાત લીધી હતી.