ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ અને પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી તથા જિલ્લા વહીવટીતંત્ર પોરબંદરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ બિરલાહોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં વી.જે.મદ્રેસા ગર્લ સ્કૂલનું ધો. 12નું 100 ટકા પરિણામ આવતા અભિવાદન કરવામાં આવ્યું હતું.