અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રિંગ રોડ પાસેથી યુવકને 100 રૂપિયાની નકલી નોટો સાથે ઝડપી પાડ્યો છે. યુવક પાસેથી 100 રૂપિયાની 373 નકલી નોટો મળી આવી હતી. યુવકે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી નોઇડાથી કુરિયરમાં નકલી નોટો મંગાવી હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.